GPSSB MPHW & FHW Recruitment 2026: પંચાયત વિભાગમાં આરોગ્ય કર્મચારીઓની ૪૦૦૦+ જગ્યાઓ પર મેગા ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે ખૂબ જ મોટી ભરતીની તૈયારીઓ ચાલી રહી છે. GPSSB MPHW Recruitment 2026 અંતર્ગત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW – ભાઈઓ માટે), ફીમેલ હેલ્થ વર્કર (FHW – બહેનો માટે) અને સ્ટાફ નર્સની અંદાજિત ૪૦૦૦ થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારોએ આરોગ્ય ક્ષેત્રે ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ કર્યો છે, તેમના માટે સરકારી નોકરી મેળવવાની આ એક શાનદાર તક છે.
ભરતી બોર્ડ
GPSSB (પંચાયત બોર્ડ)
પોસ્ટનું નામ
MPHW અને FHW
કુલ જગ્યાઓ
૪૦૦૦+ (સંભવિત)
👉 આ પણ વાંચો: GSRTC Recruitment 2026: એસ.ટી. નિગમમાં કંડક્ટર અને ડ્રાઈવરની ૭૦૦૦+ જગ્યાઓ પર બમ્પર ભરતી
પંચાયત આરોગ્ય વિભાગ ભરતી 2026: વિગતવાર માહિતી
કોરોના મહામારી પછી સરકારે ગ્રામ્ય સ્તરે આરોગ્ય માળખું મજબૂત કરવા પર પૂરતું ધ્યાન આપ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) માં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. નીચે શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમો વિગતવાર સમજાવ્યા છે.
૧. શૈક્ષણિક લાયકાત (Educational Qualification):
અરજી કરવા માટે પોસ્ટ મુજબ નીચે પ્રમાણેના ખાસ કોર્સ કરેલા હોવા ફરજિયાત છે:
- MPHW (પુરુષ ઉમેદવારો માટે): ઉમેદવારે ધોરણ 10 અથવા 12 પાસ કર્યા પછી સરકાર માન્ય સંસ્થામાંથી ૧ વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર (HSI) અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) નો ITI કોર્સ સફળતાપૂર્વક પાસ કરેલો હોવો જોઈએ. બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે.
- FHW (મહિલા ઉમેદવારો માટે): ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય ફીમેલ હેલ્થ વર્કર (FHW) અથવા ઓક્ઝિલરી નર્સ મિડવાઈફરી (ANM) નો બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.
૨. વય મર્યાદા (Age Limit):
- બંને પોસ્ટ માટે અરજી કરનાર સામાન્ય વર્ગના ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૩૪ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- ગુજરાત સરકારના આરક્ષણના નિયમો મુજબ SC, ST, SEBC, અને EWS વર્ગના ઉમેદવારોને મહત્તમ ઉંમરમાં ૫ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. મહિલા ઉમેદવારોને વિશેષ નિયમો મુજબ વધારાની છૂટછાટ અપાશે.
૩. પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ (Exam Pattern & Syllabus):
આ ભરતીમાં કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવતું નથી. ઉમેદવારોની પસંદગી સીધી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના મેરિટના આધારે થાય છે:
- સામાન્ય જ્ઞાન (GK), ઇતિહાસ, અને વર્તમાન પ્રવાહો – ૨૦ ગુણ
- ગુજરાતી ભાષા અને વ્યાકરણ – ૧૫ ગુણ
- અંગ્રેજી વ્યાકરણ – ૧૫ ગુણ
- જગ્યા અને કામગીરીને લગતા પ્રશ્નો (Health Subject) – ૫૦ ગુણ
(નોંધ: આ પરીક્ષામાં ૫૦% ભારણ તમારા આરોગ્યના વિષય (જેમ કે રોગો, રસીકરણ, વિટામિન્સ) પર હોય છે, જેથી તેની સઘન તૈયારી કરવી.)
૪. પગાર ધોરણ અને જોબ પ્રોફાઇલ (Salary & Duty):
પંચાયત વિભાગમાં પસંદગી પામનારMPH અને FHW ઉમેદવારોને પ્રથમ ૫ વર્ષ માટે અંદાજિત રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પે-સ્કેલ અને સરકારી ભથ્થાં મળે છે. કામગીરી: આ કર્મચારીઓનું મુખ્ય કામ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું છે. જેમાં ઘરે-ઘરે જઈને રોગચાળાનો સર્વે કરવો, બાળકો અને સગર્ભા બહેનોના રસીકરણ અભિયાનમાં મદદ કરવી, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો અટકાવવા વગેરેનો સમાવેશ થાય છે.
💡 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (How to Apply)
- જ્યારે સત્તાવાર જાહેરાત બહાર પડે ત્યારે ojas.gujarat.gov.in પર જાઓ.
- મેનુમાંથી ‘Online Application’ પર ક્લિક કરો અને ‘GPSSB’ વિભાગ પસંદ કરો.
- તમારી લાયકાત મુજબ MPHW કે FHW ની જાહેરાત પર ‘Apply’ ક્લિક કરો.
- તમારો OTR નંબર નાખીને ફોર્મ ખોલો અને ITI / નર્સિંગના સર્ટિફિકેટની સાચી વિગતો ભરો.
- ઓનલાઈન ફી ભરી (જનરલ કેટેગરી માટે) ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ કાઢી લો.
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs):
પ્રશ્ન ૧: શું સામાન્ય 10મું કે 12મું પાસ કરેલ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે?
જવાબ: ના, આ નોકરી માટે આરોગ્ય વિભાગના ખાસ કોર્સ (જેમ કે SI, HSI અથવા FHW) પાસ કરેલા હોવા ફરજિયાત છે. સામાન્ય પાસ ઉમેદવાર અરજી કરી શકતા નથી.
પ્રશ્ન ૨: ફીમેલ હેલ્થ વર્કર (FHW) માં નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે?
જવાબ: હા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ઉમેદવાર પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (GNC) નું વેલિડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું અત્યંત જરૂરી છે.
