GSSSB MPHW Bharti 2026: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 100 જગ્યાઓ પર બમ્પર ભરતી

GSSSB MPHW Bharti 2026: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) ની 100 જગ્યાઓ પર ભરતી, પગાર ₹26,000

નમસ્કાર મિત્રો! Gujarat Job Alert પર તમારું સ્વાગત છે. આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ગુજરાતના યુવાનો માટે એક અત્યંત ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા GSSSB MPHW Bharti 2026 ની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ જાહેરાત ક્રમાંક: ૪૪૧/૨૦૨૬૨૭ હેઠળ કમિશનર, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી હસ્તકની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3 ની કુલ 100 ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે SI (Sanitary Inspector) અથવા સંબંધિત કોર્સ કરેલો છે, તો આ GSSSB MPHW Bharti 2026 તમારા માટે બેસ્ટ તક છે. ચાલો લાયકાત, વયમર્યાદા અને ફોર્મ ભરવાની સંપૂર્ણ વિગતો મેળવીએ.

🔔 અગત્યની તારીખો:GSSSB MPHW Bharti 2026 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા OJAS વેબસાઈટ પર 15/07/2026 (બપોરે 14:00 કલાકથી) શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2026 (રાત્રિના 23:59 કલાક સુધી) રહેશે. (નોંધ: MCQ પરીક્ષાનું સંભવિત આયોજન નવેમ્બર-2026 માં થશે).

GSSSB MPHW Bharti 2026: જગ્યાઓની વિગત

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (માત્ર પુરુષ ઉમેદવારો માટે) ની કુલ 100 જગ્યાઓનું કેટેગરી મુજબ વિભાજન નીચે પ્રમાણે છે:

કેટેગરી (Category)કુલ જગ્યાઓ
બિન અનામત (General)41
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)10
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC)27
અનુસૂચિત જાતિ (SC)07
અનુસૂચિત જનજાતિ (ST)15
કુલ જગ્યાઓ (Total)100 (આ જગ્યાઓ માત્ર પુરુષ ઉમેદવારો માટે અનામત છે)

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

GSSSB MPHW Bharti 2026 માં અરજી કરવા માટે ઉમેદવારે નીચે દર્શાવેલ કોઈપણ એક લાયકાત ધરાવતો હોવો જોઈએ:

  • સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) નો ઓછામાં ઓછો 1 વર્ષનો બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. અથવા
  • સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર (Sanitary Inspector) નો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
  • ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) માંથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર નો 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
  • માન્ય યુનિવર્સિટીમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા પાસ કરેલો હોવો જોઈએ.
  • નોંધ: ઉમેદવાર પાસે બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત છે.

વય મર્યાદા અને પગાર ધોરણ (Age & Salary)

  • વય મર્યાદા (Age Limit): ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/07/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. (સરકારી નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 થી 15 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે).
  • પગાર ધોરણ (Salary): પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ₹26,000/- પ્રતિ માસ ચૂકવવામાં આવશે. 5 વર્ષની સંતોષકારક સેવા બાદ લેવલ-2 (₹19,900 – ₹63,200) મુજબ નિયમિત નિમણૂક આપવામાં આવશે.
🚀 સરકારી નોકરીની તૈયારી સાથે ઘરે બેઠા મહિને ₹40,000 કમાઓ!

કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વગર આજે જ PickMyWork એપ ડાઉનલોડ કરો. ફ્રી ટાઈમમાં 30+ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ સેલ કરીને શાનદાર કમાણી શરૂ કરો અને સીધા બેંક ખાતામાં પેઆઉટ મેળવો.

PickMyWork Earn Money Online
👉 એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (How to Apply)

લાયકાત ધરાવતા ઉમેદવારો GSSSB MPHW Bharti 2026 માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઈન અરજી કરી શકે છે:

  1. સૌપ્રથમ OJAS ની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાવ.
  2. મેનુમાંથી ‘Online Application’ માં જઈને ‘Apply’ પર ક્લિક કરો અને ડિપાર્ટમેન્ટમાં GSSSB પસંદ કરો.
  3. જાહેરાત ક્રમાંક 441/202627 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) શોધીને તેની સામે ‘Apply’ પર ક્લિક કરો.
  4. તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અથવા નવું ફોર્મ ભરીને પર્સનલ અને એજ્યુકેશન ડિટેલ્સ ભરો.
  5. તમારો ફોટો અને સિગ્નેચર (jpg ફોર્મેટમાં) અપલોડ કરો અને ફોર્મ કન્ફર્મ (Confirm) કરો.
  6. ઓનલાઈન પરીક્ષા ફી (જો લાગુ પડતી હોય તો) ભરીને ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

📌 અન્ય અગત્યની સરકારી ભરતીઓ (Read Also)


જો તમે અથવા તમારા કોઈ મિત્રએ ITI માંથી SI (Sanitary Inspector) નો કોર્સ કરેલો છે, તો તેમના વોટ્સએપ ગ્રુપમાં આ GSSSB MPHW Bharti 2026 ની મહત્વની માહિતી અચૂક શેર કરો, જેથી તેઓ સમયસર અરજી કરી શકે. ગુજરાત સરકારની તમામ નોકરીઓની ડેઇલી અને સચોટ અપડેટ માટે Gujarat Job Alert ની મુલાકાત લેતા રહો!

Leave a Comment