GSEB Board Exam Form 2027: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની સત્તાવાર જાહેરાત
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ! Gujarat Job Alert ની સત્તાવાર વેબસાઇટ પર તમારું હાર્દિક સ્વાગત છે. જો તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થી આ વર્ષે ધોરણ 10 કે 12 માં અભ્યાસ કરી રહ્યું છે, તો આ અગત્યની માહિતી તમારા માટે જ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSEB) દ્વારા આગામી વર્ષે યોજાનારી પરીક્ષાઓ માટે GSEB Board Exam Form 2027 ભરવાની સત્તાવાર અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. રાજ્યની તમામ શાળાઓ, આચાર્યશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ અગત્યની અપડેટ છે.
શિક્ષણ બોર્ડની જાહેરાત મુજબ, ફેબ્રુઆરી-૨૦૨૭ માં યોજાનાર બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો (ફોર્મ) રેગ્યુલર ફી સાથે ઓનલાઈન ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. GSEB Board Exam Form 2027 બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. નીચે અમે આ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ, છેલ્લી તારીખ, કયા-કયા પ્રવાહના વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાનું છે અને ફોર્મ કઈ રીતે ભરાશે તેની સંપૂર્ણ સચોટ માહિતી આપી છે, જે દરેક વિદ્યાર્થી અને વાલીએ ધ્યાનપૂર્વક વાંચી લેવી.
📱 પરીક્ષા, ટાઈમટેબલ અને રિઝલ્ટની માહિતી સીધી મોબાઈલમાં!
બોર્ડની પરીક્ષાને લગતી કોઈ પણ અગત્યની અપડેટ કે ટાઈમટેબલ તમારાથી ચૂકાઈ ન જાય તે માટે અમે સીધી માહિતી તમારા વોટ્સએપ પર મોકલીશું. અત્યારે જ જોડાઈ જાવ:
👉 ફ્રી WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો 👈📌 બોર્ડ પરીક્ષા ફોર્મની સચોટ વિગતો (Quick Highlights)
| બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSEB) |
| ધોરણ | ધોરણ 10 અને ધોરણ 12 (તમામ પ્રવાહ) |
| પરીક્ષાનો મહિનો | ફેબ્રુઆરી – ૨૦૨૭ |
| ફોર્મ ભરવાની શરૂઆત | તા: ૦૪/૧૧/૨૦૨૬ (બપોરે ૧૨:૦૦ કલાકથી) |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | તા: ૦૩/૧૨/૨૦૨૬ (રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી) |
| સત્તાવાર વેબસાઇટ | gseb.org |
📊 કયા ધોરણ અને પ્રવાહ માટે ફોર્મ ભરવાના છે?
ગુજરાત બોર્ડની અખબારી યાદી મુજબ, GSEB Board Exam Form 2027 હેઠળ નીચે દર્શાવેલા તમામ ધોરણ અને પ્રવાહના વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઈન આવેદનપત્ર ભરવાના રહેશે:
- ધોરણ-૧૦ (SSC): ધોરણ ૧૦ ના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત પ્રથમા ના વિદ્યાર્થીઓ.
- ધોરણ-૧૨ (HSC): વિજ્ઞાન પ્રવાહ (Science Stream), સામાન્ય પ્રવાહ (General Stream / Arts & Commerce), વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ના તમામ વિદ્યાર્થીઓ.
🎓 નિયમિત, રિપીટર કે પ્રાઈવેટ (કોણે ફોર્મ ભરવું?)
ઘણા વાલીઓને પ્રશ્ન હોય છે કે શું રિપીટર વિદ્યાર્થીઓએ પણ અત્યારે જ ફોર્મ ભરવાના છે? તો બોર્ડની જાહેરાત સ્પષ્ટ કરે છે કે GSEB Board Exam Form 2027 નીચે દર્શાવેલ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં ભરવાના રહેશે:
- નિયમિત (Regular): જેઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.
- પુનરાવર્તિત (Repeater): જે વિદ્યાર્થીઓ અગાઉ નાપાસ થયા છે અને ફરીથી પરીક્ષા આપવા માંગે છે.
- GSOS રેગ્યુલર અને GSOS પુનરાવર્તિત: ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના માધ્યમથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ.
- પૃથ્થક (Private): ખાનગી વિદ્યાર્થીઓ તરીકે બોર્ડની પરીક્ષા આપવા માંગતા તમામ ઉમેદવારો.
💻 ફોર્મ કેવી રીતે ભરાશે? (વાલીઓ અને શાળાઓ માટે સૂચના)
બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે GSEB Board Exam Form 2027 ફરજિયાત ઓનલાઈન જ ભરવાના રહેશે. આ અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.
- શાળાઓ માટે: રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ અને આચાર્યશ્રીઓએ બોર્ડની વેબસાઇટ
gseb.orgપર શાળાના લોગીન આઈડી અને પાસવર્ડ વડે લોગીન કરી પોતાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના રહેશે. - વિદ્યાર્થીઓ/વાલીઓ માટે: વિદ્યાર્થીઓએ જાતે ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી. વાલીઓએ સમયસર શાળાનો સંપર્ક કરી, જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, ફોટો, સહી) અને રેગ્યુલર ફી શાળામાં જમા કરાવવાની રહેશે, જેથી શાળા સમયમર્યાદામાં (૦૩/૧૨/૨૦૨૬ પહેલાં) ફોર્મ ઓનલાઈન સબમિટ કરી શકે.
🔗 ગુજરાત બોર્ડ અને અન્ય અગત્યની અપડેટ્સ જરૂર જુઓ
- 👉 Gujarat CET Exam 2027: ધોરણ 6 માં પ્રવેશ અને સ્કોલરશિપ માટે ફોર્મ શરૂ
- 👉 અનુબંધમ રોજગાર પોર્ટલ: ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે નોકરી, આજે જ રજીસ્ટ્રેશન કરો
બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જવા માટે
શાળાઓ અને આચાર્યશ્રીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરી શકે છે:
🌐 GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org)❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન 1: GSEB Board Exam Form 2027 ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ધોરણ 10 અને 12 ના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ 03 ડિસેમ્બર 2026 (રાત્રીના 12:00 કલાક) છે.
પ્રશ્ન 2: શું વિદ્યાર્થીઓએ જાતે મોબાઈલમાંથી આ ફોર્મ ભરવાનું છે?
જવાબ: ના, વિદ્યાર્થીઓએ જાતે ફોર્મ ભરવાનું નથી. સંબંધિત શાળાઓના આચાર્યશ્રીઓએ જ શાળાના આઈડી પાસવર્ડથી વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.
પ્રશ્ન 3: કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરાશે?
જવાબ: બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ફોર્મ ભરી શકાશે.
💬 પરીક્ષા અંગે કોઈ પ્રશ્ન કે મુંઝવણ છે? અમે મદદ કરીશું!
વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, જો તમને GSEB Board Exam Form 2027 અંગે, રિપીટર વિદ્યાર્થીઓના નિયમો અંગે કે ટાઈમટેબલ બાબતે કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય, તો જરાય ચિંતા ન કરતા.
તમારો પ્રશ્ન નીચે કોમેન્ટ બોક્સમાં લખી દો. અમે ચોક્કસ રિપ્લાય આપીશું. જે વાલીઓના બાળકો ધોરણ 10 કે 12 માં છે, તેમની સાથે આ અત્યંત જરૂરી અખબારી યાદી WhatsApp પર જરૂર શેર કરજો! બોર્ડની પરીક્ષા માટે ગુજરાત જોબ એલર્ટ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ!




