RRB Group D Bharti 2026: રેલવેમાં ૧૦ પાસ અને ITI માટે ૧ લાખથી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી

RRB રેલવે ગ્રુપ ડી (Group D) ભરતી ૨૦૨૬: ૧ લાખ+ જગ્યાઓ માટે મોટી અપડેટ

🚨 ઉમેદવારો માટે અગત્યની નોંધ (Advance Update):

આ પોસ્ટ એક એડવાન્સ માહિતી છે. રેલવે વિભાગ દ્વારા આગામી સમયમાં આવનારી મોટી ભરતીની તૈયારી કરતા યુવાનોને અગાઉથી જાણ કરવા માટે આ વિગતો મૂકવામાં આવી છે. હજુ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું નથી. સત્તાવાર જાહેરાત આવ્યેથી આ પેજ પર લિંક અપડેટ કરવામાં આવશે.

🚂 ધોરણ ૧૦ પાસ અને ITI ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક

Gujarat Job Alert: ભારતીય રેલવે (Indian Railways) દ્વારા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) ના માધ્યમથી દેશભરમાં લેવલ-1 (Group D) ની હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે મેગા રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અંદાજે ૧ લાખથી વધુ જગ્યાઓ પર આ ભરતી થવાની સંભાવના છે.

સંભવિત લાયકાત અને ઉંમર મર્યાદા

  • શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસ (SSC) અથવા NCVT/SCVT માન્ય ITI પ્રમાણપત્ર અથવા નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC). (નોંધ: ટેકનિકલ પોસ્ટ્સ માટે ITI ફરજિયાત થઈ શકે છે.)
  • ઉંમર મર્યાદા: ૧૮ થી ૩૩ વર્ષ વચ્ચે (SC/ST/OBC ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળશે).

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

આ ભરતીમાં મુખ્યત્વે ૩ તબક્કા હશે: પ્રથમ તબક્કામાં કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) લેવાશે. ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) જેમાં વજન ઊંચકીને દોડવાનું હોય છે, અને છેલ્લે મેડિકલ ટેસ્ટ તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે.

મહત્વની લિંક્સ ક્લિક કરો
RRB અમદાવાદ સત્તાવાર વેબસાઈટ 🌐 RRB Portal
સત્તાવાર નોટિફિકેશન (PDF) (ટૂંક સમયમાં જાહેર થશે)

નોકરીની 100% સાચી અને સચોટ માહિતી માટે જોતા રહો: gujaratjobalert.in

Leave a Comment