નમો લક્ષ્મી યોજના ગુજરાત ૨૦૨૬
🔥 કુલ સહાય: ₹ ૫૦,૦૦૦ (ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસ દરમિયાન)
Gujarat Job Alert: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઓનું શિક્ષણ ન છૂટે અને તેઓ આગળ ભણી શકે તે હેતુથી ‘નમો લક્ષ્મી યોજના’ ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકારી અને અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
સહાયની વિગતો (કોને કેટલા રૂપિયા મળશે?)
જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents)
- વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
- બેંક પાસબુકની નકલ (ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી)
- શાળાનું બોનોફાઈડ સર્ટિફિકેટ (Bonafide Certificate)
- વાલીનો આવકનો દાખલો (મર્યાદા મુજબ)
અરજી કઈ રીતે કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીઓએ જાતે ક્યાંય ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી. જે શાળામાં દીકરી અભ્યાસ કરતી હશે, તે શાળાના આચાર્યશ્રી દ્વારા જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે. વાલીઓએ માત્ર જરૂરી ડોક્યુમેન્ટ શાળામાં જમા કરાવવાના રહેશે.
વધુ સરકારી યોજનાઓ અને સ્કોલરશિપની માહિતી માટે જોતા રહો: gujaratjobalert.in