ગુજરાત આંગણવાડી ભરતી ૨૦૨૬
🌸 મહિલાઓ માટે સુવર્ણ તક: પરીક્ષા વગર સીધી મેરિટ પર નોકરી
Gujarat Job Alert: મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD), ગુજરાત દ્વારા રાજ્યભરની આંગણવાડીઓમાં આંગણવાડી કાર્યકર (Anganwadi Worker) અને આંગણવાડી તેડાગર (Anganwadi Helper) ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. જે મહિલાઓ પોતાના જ ગામ કે વોર્ડમાં નોકરી મેળવવા માંગે છે તેમના માટે આ ઉત્તમ તક છે.
શૈક્ષણિક લાયકાત (Education Qualification)
- આંગણવાડી તેડાગર (Helper): ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ હોવા જોઈએ.
- આંગણવાડી કાર્યકર (Worker): ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ હોવા જોઈએ.
- ઉમેદવાર જે ગામ કે વોર્ડમાં અરજી કરવા માંગતા હોય, ત્યાંના સ્થાનિક રહીશ હોવા ફરજિયાત છે.
ઉંમર મર્યાદા (Age Limit)
અરજી કરનાર મહિલા ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ થી ૩૩ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. (સરકારી નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ મળવાપાત્ર રહેશે).
પસંદગી પ્રક્રિયા (Selection Process)
આ ભરતીની સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી! ઉમેદવારોએ મેળવેલા ધોરણ ૧૦, ૧૨ અને સ્નાતકના ટકાવારી (Marks) ના આધારે સીધું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.
જિલ્લાવાર ખાલી જગ્યાઓનું લિસ્ટ જોવા માટે મુલાકાત લો: gujaratjobalert.in
ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? (Step-by-Step Guide)
આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ઓનલાઈન અરજી કરવી ખૂબ જ સરળ છે. નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:
- સ્ટેપ ૧: સૌ પ્રથમ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ e-hrms.gujarat.gov.in પર જાઓ.
- સ્ટેપ ૨: હોમપેજ પર “Recruitment” (ભરતી) વિભાગમાં જઈને “Apply Online” પર ક્લિક કરો.
- સ્ટેપ ૩: જો તમે નવા છો, તો તમારો મોબાઈલ નંબર નાખીને Registration (રજીસ્ટ્રેશન) કરો. તમારા મોબાઈલ પર એક OTP આવશે.
- સ્ટેપ ૪: લોગીન કર્યા પછી, તમારે જે ગામ કે વોર્ડમાં ફોર્મ ભરવું છે તે પસંદ કરો.
- સ્ટેપ ૫: તમારી પર્સનલ વિગતો (નામ, સરનામું, જન્મ તારીખ) અને શૈક્ષણિક લાયકાત (ધોરણ 10 અને 12 ના ટકા) સાચી રીતે ભરો.
- સ્ટેપ ૬: જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી (Signature), માર્કશીટ, અને ખાસ કરીને મામલતદારશ્રી/તલાટીનો સ્થાનિક રહેવાસી હોવાનો દાખલો અપલોડ કરવો ફરજિયાત છે.
- સ્ટેપ ૭: બધી વિગતો ફરીથી ચેક કરીને ફોર્મ Submit કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની Print (પ્રિન્ટ) કાઢીને સાચવી રાખો.
ખાસ નોંધ: e-HRMS પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક ટૂંક સમયમાં એક્ટિવ કરવામાં આવશે. ત્યાં સુધી તમામ બહેનોએ પોતાનો ‘સ્થાનિક રહેવાસી હોવાનો દાખલો’ કઢાવીને તૈયાર રાખવો.