GSSSB CCE Vacancy Increased 2026: ગૌણ સેવા ક્લાર્ક ભરતીમાં મોટો ખુલાસો, જગ્યાઓ વધીને ૬૫૫૦ થઈ
📢 ઉમેદવારો માટે સૌથી મોટા ખુશખબર:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાનારી CCE (Combined Competitive Examination) પરીક્ષાની ખાલી જગ્યાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલી જગ્યાઓ કરતા હવે વધુ યુવાનોને સરકારી નોકરીનો લાભ મળશે. કુલ જગ્યાઓ વધારીને ૬૫૫૦ જેટલી કરી દેવામાં આવી છે.
જે ઉમેદવારો ગુજરાત સરકારમાં ક્લાર્ક બનવાની દિવસ-રાત તૈયારી કરી રહ્યા છે, તેમના માટે GSSSB CCE Vacancy Increased 2026 ની આ અપડેટ એક નવી આશા લઈને આવી છે. અગાઉ મંડળ દ્વારા જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે જગ્યાઓ ઓછી હતી, પરંતુ હવે વિવિધ વિભાગોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જગ્યાઓ વધારવાનો નિર્ણય લીધો છે. આ GSSSB CCE Vacancy Increased 2026 ના સત્તાવાર પરિપત્ર મુજબ હવે સ્પર્ધા ભલે ગમે તેટલી હોય, પરંતુ મેરિટ લિસ્ટમાં વધુ ઉમેદવારોનો સમાવેશ થઈ શકશે.
GSSSB CCE Vacancy Increased 2026: સંક્ષિપ્ત માહિતી (Overview)
| સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
|---|---|
| પરીક્ષાનું નામ | CCE (વર્ગ-૩) ગ્રુપ A અને B |
| જૂની કુલ જગ્યાઓ | |
| નવી કુલ જગ્યાઓ (વધારો) | ૬૫૫૦ (નવી અપડેટ મુજબ) |
| સત્તાવાર વેબસાઈટ | gsssb.gujarat.gov.in |
જગ્યાઓ વધવાથી ઉમેદવારોને શું ફાયદો થશે?
CCE ની પરીક્ષામાં જગ્યાઓ વધવાને કારણે મુખ્યત્વે નીચે મુજબના મોટા ફાયદાઓ થશે:
- મેરિટ નીચું જશે: અગાઉ જેટલા માર્ક્સે મેરિટ અટકવાની સંભાવના હતી, તેના કરતા હવે મેરિટ થોડું નીચું જઈ શકે છે, જેથી સરેરાશ તૈયારી કરતા ઉમેદવારોને પણ લાભ મળશે.
- મેઇન્સ પરીક્ષામાં વધુ તક: પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરીને મેઇન્સ (ગ્રુપ A અને B) માટે ક્વોલિફાય થતા ઉમેદવારોની સંખ્યામાં સીધો વધારો થશે.
- વિવિધ વિભાગોમાં નિમણૂક: નવી ઉમેરાયેલી જગ્યાઓ મહેસૂલ, પંચાયત અને અન્ય મહત્વના વિભાગોની હોવાથી નોકરીના સ્થળ માટે પણ વધુ વિકલ્પો મળી શકશે.
મહત્વની લિંક્સ (Important Links)
સરકારી નોકરીની પળેપળની માહિતી માટે જોતા રહો: gujaratjobalert.in
