GSRTC Conductor Driver Bharti 2026 | ગુજરાત ST નિગમમાં ડ્રાઈવર અને કંડક્ટરની બમ્પર ભરતી

ગુજરાત ST નિગમ ડ્રાઈવર – કંડક્ટર ભરતી ૨૦૨૬

🚌 ૧૨ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક

Gujarat Job Alert: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી બસો મુકવામાં આવી રહી છે. આ નવી બસોના સંચાલન માટે ટૂંક સમયમાં જ ડ્રાઈવર (Driver) અને કંડક્ટર (Conductor) ની હજારો ખાલી જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી શકે છે. જે ઉમેદવારો ધોરણ ૧૨ પાસ છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.

શૈક્ષણિક લાયકાત અને લાયસન્સ

  • કંડક્ટર માટે: ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ હોવો જોઈએ. સાથે જ RTO માન્ય કંડક્ટર લાયસન્સ અને ફર્સ્ટ એડ (First Aid) સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.
  • ડ્રાઈવર માટે: ધોરણ ૧૨ પાસ તથા RTO માન્ય હેવી ડ્રાઇવિંગ લાયસન્સ (Heavy Driving License) અને પૂરતો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

ઉંમર મર્યાદા (Age Limit)

સામાન્ય રીતે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૪ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. સરકારી ધારાધોરણો મુજબ અનામત વર્ગના ઉમેદવારો (SC, ST, OBC, EWS અને મહિલાઓ) ને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

કંડક્ટરની ભરતીમાં 100 માર્ક્સની OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવે છે. જ્યારે ડ્રાઈવરની ભરતીમાં લેખિત પરીક્ષા ઉપરાંત ડ્રાઇવિંગ ટેસ્ટ (Driving Test) પણ પાસ કરવો ફરજિયાત હોય છે.

પોસ્ટનું નામ અરજીનું માધ્યમ સત્તાવાર વેબસાઈટ
ડ્રાઈવર અને કંડક્ટર ઓનલાઈન (OJAS પોર્ટલ પર) અહીં ક્લિક કરો

ખાસ નોંધ: અત્યારથી જ તમારું કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવીને અથવા રિન્યૂ કરાવીને તૈયાર રાખવું, જેથી છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય.

આવનારી જાહેરાતોની સંપૂર્ણ પીડીએફ અને સિલેબસ માટે જોતા રહો: gujaratjobalert.in

Leave a Comment