GSSSB Recruitment 2026 | ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ટેકનિકલ પોસ્ટ માટે ભરતી

RRB Group D Bharti 2026: રેલવેમાં ૧૦ પાસ અને ITI ઉમેદવારો માટે ૧ લાખથી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી

🚨 ઉમેદવારો માટે અગત્યની નોંધ (Advance Update):

આ પોસ્ટ એક એડવાન્સ માહિતી છે. રેલવે વિભાગ દ્વારા આગામી સમયમાં આવનારી મોટી ભરતીની તૈયારી કરતા યુવાનો અત્યારથી જ પરીક્ષા અને દોડની તૈયારી શરૂ કરી શકે તે હેતુથી આ વિગતો મૂકવામાં આવી છે. હજુ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું નથી. સત્તાવાર જાહેરાત આવ્યેથી આ પેજ પર લિંક અપડેટ કરવામાં આવશે.

ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા તમામ યુવાનો માટે મોટા સમાચાર છે. Railway Recruitment Board (RRB) દ્વારા દેશભરમાં લેવલ-1 (Group D) ની હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે મેગા રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે ૧ લાખથી વધુ જગ્યાઓ પર આ ભરતી થવાની સંભાવના છે. જે ઉમેદવારોએ ધોરણ ૧૦ પાસ કર્યું છે અથવા ITI નો કોર્સ કર્યો છે, તેમના માટે આ RRB Group D Recruitment 2026 એક સુવર્ણ તક છે.

RRB Group D Bharti 2026: સંક્ષિપ્ત માહિતી (Overview)

વિભાગનું નામભારતીય રેલવે (Indian Railways)
પરીક્ષા લેનાર બોર્ડરેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB / RRC)
પોસ્ટનું નામગ્રુપ-D (ટ્રેક મેન્ટેનર, પોઇન્ટ્સમેન, હેલ્પર વગેરે)
કુલ જગ્યાઓ૧,૦૦,૦૦૦+ (સંભવિત)
શૈક્ષણિક લાયકાત૧૦ પાસ અથવા ITI

શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા (Eligibility Criteria)

૧. શૈક્ષણિક લાયકાત (Educational Qualification):
રેલવે ગ્રુપ-D ની પરીક્ષા આપવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસ (SSC) કરેલું હોવું જોઈએ અથવા NCVT/SCVT માન્ય ITI પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (નોંધ: રેલવેના નવા નિયમો મુજબ મોટાભાગની ટેકનિકલ પોસ્ટ્સ માટે હવે ૧૦ પાસની સાથે ITI ફરજિયાત કરવામાં આવી શકે છે).

૨. ઉંમર મર્યાદા (Age Limit):
સામાન્ય વર્ગના (General Category) ઉમેદવારો માટે લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ અને મહત્તમ ૩૩ વર્ષ હોવી જોઈએ. સરકારી ધારાધોરણો મુજબ OBC ઉમેદવારોને ૩ વર્ષ અને SC/ST ઉમેદવારોને ૫ વર્ષની ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

RRB Group D માં નોકરી મેળવવા માટે ઉમેદવારોએ નીચે મુજબના તબક્કાઓમાંથી પસાર થવાનું રહેશે:

  • કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT): સૌ પ્રથમ ૧૦૦ માર્ક્સની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.
  • શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET): CBT માં પાસ થનાર ઉમેદવારોને દોડ અને વજન ઊંચકવાની કસોટી માટે બોલાવવામાં આવશે.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) અને મેડિકલ ટેસ્ટ: અંતે મેરિટ મુજબ દસ્તાવેજ ચકાસણી અને રેલવે હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ થશે.

પરીક્ષાનો સિલેબસ (CBT Exam Pattern)

પરીક્ષા કુલ ૧૦૦ ગુણની હશે અને સમય ૯૦ મિનિટનો રહેશે. ૧/૩ માઈનસ સિસ્ટમ (Negative Marking) લાગુ પડશે.

  • સામાન્ય વિજ્ઞાન (General Science): ૨૫ પ્રશ્નો
  • ગણિત (Mathematics): ૨૫ પ્રશ્નો
  • જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનીંગ: ૩૦ પ્રશ્નો
  • સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ: ૨૦ પ્રશ્નો

શારીરિક કસોટી (Physical Efficiency Test – PET)

રેલવેમાં પાસ થવા માટે આ શારીરિક કસોટી ખૂબ જ મહત્વની છે:

  • પુરુષ ઉમેદવારો માટે: ૩૫ કિલો વજન ઊંચકીને ૨ મિનિટમાં ૧૦૦ મીટર ચાલવાનું રહેશે. ત્યારબાદ ૧૦૦૦ મીટર (૧ કિમી) ની દોડ ૪ મિનિટ અને ૧૫ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.
  • મહિલા ઉમેદવારો માટે: ૨૦ કિલો વજન ઊંચકીને ૨ મિનિટમાં ૧૦૦ મીટર ચાલવાનું રહેશે. ત્યારબાદ ૧૦૦૦ મીટર (૧ કિમી) ની દોડ ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.

મહત્વની લિંક્સ (Important Links)

ઉપયોગી લિંકક્લિક કરો
RRB અમદાવાદ સત્તાવાર વેબસાઈટ 🌐 RRB Portal
સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો (ટૂંક સમયમાં જાહેર થશે)

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન 1: RRB Group D માટે લાયકાત શું છે?

જવાબ: ઉમેદવાર ધોરણ ૧૦ પાસ અથવા ITI પાસ હોવો જોઈએ.

પ્રશ્ન 2: શું રેલવે ગ્રુપ-D ની પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકાય?

જવાબ: હા, ઉમેદવારો કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) ગુજરાતી સહિતની કુલ ૧૫ પ્રાદેશિક ભાષાઓમાં આપી શકે છે.

પ્રશ્ન 3: ગ્રુપ ડી માં શરૂઆતી પગાર કેટલો હોય છે?

જવાબ: 7માં પગાર પંચ મુજબ લેવલ-1 નો મૂળ પગાર રૂ. ૧૮,૦૦૦/- હોય છે, પરંતુ અન્ય ભથ્થાં (DA, HRA વગેરે) ઉમેરીને શરૂઆતી પગાર અંદાજે ૨૮,૦૦૦ થી ૩૦,૦૦૦ જેટલો થાય છે.

સરકારી નોકરીની 100% સાચી અને સચોટ માહિતી માટે જોતા રહો: gujaratjobalert.in

Leave a Comment