GSSSB MPHW & FHW Exam: આરોગ્ય વિભાગની પરીક્ષા માટે ૧૦ અગત્યના પ્રશ્નો (ભાગ-૧)
નમસ્કાર મિત્રો! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર) અને FHW (ફીમેલ હેલ્થ વર્કર) ની આગામી પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે Gujarat Job Alert લઈને આવ્યું છે ‘રોજ ના ૧૦ IMP પ્રશ્નો’ ની નવી સિરીઝ. આજે આપણે ભાગ-૧ માં આરોગ્ય અને સેનિટેશનને લગતા ૧૦ મહત્વના પ્રશ્નો જોઈશું.
👉 ખાસ વાંચો: GSSSB MPHW ૧૮૦૦+ જગ્યાઓ માટેની ભરતીની સંપૂર્ણ માહિતી
આજના ૧૦ મોસ્ટ IMP પ્રશ્નો (Health & Sanitation)
પ્રશ્ન ૧: પાણીના શુદ્ધિકરણ (Water Purification) માટે મોટાભાગે કયો ગેસ વાપરવામાં આવે છે?
જવાબ: ક્લોરીન (Chlorine)
પ્રશ્ન ૨: ડેન્ગ્યુ (Dengue) નો તાવ કયા મચ્છરના કરડવાથી ફેલાય છે?
જવાબ: એડિસ ઈજીપ્ત (Aedes aegypti) મચ્છર (માદા)
પ્રશ્ન ૩: બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ મુજબ, ઓપરેશન દરમિયાન નીકળેલા માનવ અંગો કઈ રંગની બેગમાં નાખવા જોઈએ?
જવાબ: પીળી બેગ (Yellow Bag)
પ્રશ્ન ૪: BCG ની રસી બાળકને કયા રોગ સામે રક્ષણ આપવા માટે મૂકવામાં આવે છે?
જવાબ: ક્ષય (TB – Tuberculosis)
પ્રશ્ન ૫: ORS નું પૂરું નામ શું છે, જે ડાયેરિયા (ઝાડા) વખતે આપવામાં આવે છે?
જવાબ: ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (Oral Rehydration Solution)
પ્રશ્ન ૬: મેલેરિયા રોગ થવા માટે જવાબદાર પ્રજીવ (Parasite) નું નામ શું છે?
જવાબ: પ્લાઝમોડિયમ (Plasmodium)
પ્રશ્ન ૭: વિટામિન ‘C’ ની ઉણપથી શરીરમાં કયો રોગ થાય છે?
જવાબ: સ્કરવી (Scurvy) – પેઢામાંથી લોહી નીકળવું
પ્રશ્ન ૮: વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
જવાબ: ૭ એપ્રિલ
પ્રશ્ન ૯: રક્તપિત્ત (Leprosy) નો રોગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે?
જવાબ: માયકોબેક્ટેરિયમ લેપ્રી (Mycobacterium leprae)
પ્રશ્ન ૧૦: લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે કયું તત્વ સૌથી વધુ જરૂરી છે?
જવાબ: આયર્ન (Iron / લોહતત્વ)
દરરોજ આવા જ અગત્યના પ્રશ્નો અને નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારા બ્લોગની મુલાકાત લેતા રહો: gujaratjobalert.in