RRB રેલવે ગ્રુપ ડી (Group D) ભરતી ૨૦૨૬: ૧ લાખ+ જગ્યાઓ માટે મોટી અપડેટ
🚨 ઉમેદવારો માટે અગત્યની નોંધ (Advance Update):
આ પોસ્ટ એક એડવાન્સ માહિતી છે. રેલવે વિભાગ દ્વારા આગામી સમયમાં આવનારી મોટી ભરતીની તૈયારી કરતા યુવાનોને અગાઉથી જાણ કરવા માટે આ વિગતો મૂકવામાં આવી છે. હજુ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું નથી. સત્તાવાર જાહેરાત આવ્યેથી આ પેજ પર લિંક અપડેટ કરવામાં આવશે.
🚂 ધોરણ ૧૦ પાસ અને ITI ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક
Gujarat Job Alert: ભારતીય રેલવે (Indian Railways) દ્વારા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) ના માધ્યમથી દેશભરમાં લેવલ-1 (Group D) ની હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે મેગા રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અંદાજે ૧ લાખથી વધુ જગ્યાઓ પર આ ભરતી થવાની સંભાવના છે.
સંભવિત લાયકાત અને ઉંમર મર્યાદા
- શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસ (SSC) અથવા NCVT/SCVT માન્ય ITI પ્રમાણપત્ર અથવા નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC). (નોંધ: ટેકનિકલ પોસ્ટ્સ માટે ITI ફરજિયાત થઈ શકે છે.)
- ઉંમર મર્યાદા: ૧૮ થી ૩૩ વર્ષ વચ્ચે (SC/ST/OBC ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળશે).
પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
આ ભરતીમાં મુખ્યત્વે ૩ તબક્કા હશે: પ્રથમ તબક્કામાં કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) લેવાશે. ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) જેમાં વજન ઊંચકીને દોડવાનું હોય છે, અને છેલ્લે મેડિકલ ટેસ્ટ તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે.
નોકરીની 100% સાચી અને સચોટ માહિતી માટે જોતા રહો: gujaratjobalert.in